Thursday, April 9, 2015

બંધ મિલની ચાલીમાં




કસબો કણ માટે
કણસી રહ્યો છે-
ચાલીની ઓરડીઓમાં
ઝાંખાં પીળાં અજવાળાંય
બુઝાઈ રહ્યા છે
ને વજ્ર જેવાં શરીર...?
હાથપગે
લકવો લાગી રહ્યો છે,
ફેફસાંની ધમણો
ખરર... ખરર... થઇ રહી છે.
રૂધિરાભિસરણ ..
મંદ પડી રહ્યું છે.
બેકારીના જ્વાળામુખીમાં
ભડભડતી ભૂખની
ભીષણ આગ...
મૂળસોતાં સળગાવી રહી છે
જિંદગીઓ.
એક તરફ મૂંગી ચીસો,
બીજી તરફ- ચોમેર ચૂપકીદી!?
એટલે સભ્યતાને સમૃદ્ધિની સાબરમતી
સૂકાઈ ગઈ છે.
અને
મુડદાઘર બની રહ્યું છે
માન્ચેસ્ટર !

No comments:

Post a Comment