હે પ્રબુદ્ધ
પુરૂષ!
આંગળી ચિંધીને
કરેલો લલકાર તેં –
ચોગમ પડઘાય છે ,
આજે.
સ્વતંત્રતા,
સમાનતા
ને બંધુતા ખાતર
અખંડતાનો અવાજ
બની
તેં સમર્પણ કીધું
જીવન
યુગના
નવનિર્માણમાં.
હે ભારત રત્ન
મહાન !
તારા આદર્શોની પરિકલ્પનાઓ
અસ્તિત્વનો આકાર
લઇ
આવતી કાલ માટે
વિસ્ફોટ થવા બેથી
છે , આજે.
લોકશાહીનો ઘંટારવ
રહેશે ગુંજતો
ન્યાયના
મંદિરમાં.
રાષ્ટ્ર તારું
ઋણી રહેશે, બાબા !
હે પરમ પિતા !
અમને મળો –
તારી આંગળી
ચીંધ્યાનો આદર્શ !
અમને ફળો –
તારી અસ્મિતાનો
અભિરામ !
No comments:
Post a Comment