હવે , - અમને
અપેક્ષા નથી સુખની
અમે પ્રતીક્ષા
કરીએ છીએ:
છેવાડાના માણસને
રોટલો મળે,
રહેઠાણ મળે
ને અંતે...!
હવે , - અમને
અપેક્ષા નથી નામની
અમે પ્રતીક્ષા
કરીએ છીએ:
છેવાડાના માણસને
ન્યાય મળે,
સન્માન મળે
ને અંતે...!
હવે , - અમને
અપેક્ષા નથી નામની
અમે પ્રતીક્ષા
કરીએ છીએ:
છેવાડાના માણસને
સમાનતા મળે,
સ્વતંત્રતા મળે
ને અંતે...!
હવે , - અમને
અપેક્ષા નથી સ્વર્ગની
અમે પ્રતીક્ષા
કરીએ છીએ:
છેવાડાના માણસને
અસ્તિત્વ મળે ,
અવસર મળે
ને બસ ...!
No comments:
Post a Comment