તમે તમારી
જિંદગીઓ
બેહાલ હાડપિંજરોમાં
વેદનાની વિભીષિકા
બની
હતાશ હૈયે કંપી
રહી છે
ચાર,ચરરર
અને, અમે-?
તમે ભૂખી ભૂતાવળ
બની
ભટકી રહ્યા છો ,
અને, અમે-?
અમારા સૌ
પેટના પરિઘ
વધારી રહ્યા છીએ
.
તમે પાણીના ટીપાં
માટેય
તલસી રહ્યા છો
અને, અમે-
પાતાળનાં પાણી
ઉલેચી
ગટરોમાં ઠાલવી
રહ્યા છીએ.
અમે પ્રારબ્ધના
પીપળે
શ્રદ્ધાના સુતર
બાંધી
આગાહીઓના ઓશીકે
ભર બપોરેય ઊંઘી
રહ્યાં છીએ
અને, તમે-?
No comments:
Post a Comment