કહો-
આમ્રકુંજે
થોર, બાવળ, કંથેર કોણે રોપ્યાં?
કહો –
અમારી વાટ વચ્ચે
બાણ, કાંટા, કૂવા કોણે બાંધ્યા?
કહો-
લહેરાતી ધરતી હૈયે
ખેતર, ખીણો, વગડા કોણે હર્યાં ?
કહો-
સૂરજ રાણો કરી
આંખે ઊંડાં અંધારાં કોણે ભર્યાં ?
કહો-
આંગણે દરિયો,દરિયો
ગોંદરે ઊભા ડુંગર કોણે કીધા?
કહો-
આકાશે તારા, તારા
ક્ષિતિજે ઊંચા પાળા કોણે બાંધ્યા?
કહો-
અમારા લીલા વનમાં
બળબળતા મેલ્યા કોણે દાવાનળ?
No comments:
Post a Comment