ચાલો , ઉડીએ
પથ્થર
પાણી બની ખળખળ
વહે
ને
પાણી
પથ્થર બની ભડભડ
બળે.
ચાલો, ઊડીએ...!
મસ્તકે મંત્રો
રચ્યા, રટ્યા,
નેઆધી, વ્યાધિ
ઉપાધિ વધ્યાં
ચાલો, ઊડીએ...!
હાથે હથિયાર
લીધાં, લડ્યા
ને પરાજયના
પાળિયા વધ્યા
ચાલો ,ઉડીએ ...!
પેટે પરિઘ
વધાર્યા, ભર્યા
ને
ધન,ધન, ધરા
લૂંટાયાં.
ચાલો, ઊડીએ...!
પગે વાડ, કાંટોં,
વગડો વિંધ્યા
નેસૂરજ ભણી ચાલતા
રહ્યા...
ચાલતા રહ્યા...
ચાલો, ઊડીએ!
તેથી જ, હવે –
આ પગ , પાંખો થઇ
ઉર્ધ્વે
નકલંકી નક્ષત્રો
પર
આકાશ અંકિત કરશે.
ચાલો, ઊડીએ...!
No comments:
Post a Comment