આજે, ભલે-
કાળા ડીબાંગ
ભયાનક ભોંયરામાં
બંધ બારણે
સુખે સુતા છો તમે
વાવાઝોડામાં
વિસરાઈ ગયેલી
ફાનસ જેમ
મેઘલી રાતે
ભડભડ જલી રહ્યા
છીએ
ખંડિયેરમાં અમે.
પરંતુ
અંદર આવવા ઇજન
નથી અમને
અને બહાર આવવા
અમારું ઇજન નથી
તમને.
એક દિ’
અમારામાંય ઊગશે
વ્યાકુળ વેદનાનો
સૂરજ
ને
વિસ્મયતાથી ભરી
દેશે
અજવાળાં, અવકાશ;
અમારા
અસ્તિત્વમાં જ
અનહદ સંભાવના છે,
દોસ્તો!
No comments:
Post a Comment