બળબળતા રણ વચાળે
અને અને ઊંટ
પગમાં ગતિ,
પેટમાં પાણી
ને સવારી!
ડોકમાં
હાલડ હૂલડ હલૂલુલુ ...
૧૪,૧૫,૧૬,૧૭.૪૬,૩૩૦,૩૩૫...
અધ
..ધ..ધ..ધ..ધ...!
પગમાં ઘૂંઘર
રૂમઝૂમ રૂમઝૂમ
...!
પછી
અમે કર્યા છે
હોંકારા.
‘લ્યો , સામે
દેખાય તે સુખ.
સંભળાય , તે
સમાનતાના જાપ !
રે સમૃદ્ધિ
હાથવગી
કેવો, હલબલે છે
દરિયો!
ને લીલી લીલી લહેરાય
તે ક્રાન્તિ!
અહો,મંદ મંદ
પવન...
શીતળ, શીતળ, જળ !
બસ, આજ લગી
પણે,
પણે...હમણાં, હમણાં...!
ઊંટના હોઠની
હલબલાટી
ઝાંઝવાંની ઝાંય
વચાળે –
અમે અને ફીણ !
No comments:
Post a Comment