Thursday, April 9, 2015

ચામાચિડીયા ઘર



આમ તો ઈમારત ઊભી છે
તેના પાયાનો પથ્થર હું છું
મેં તેને પરિશ્રમપૂર્વક ઘડી છે.
સાચું. કહું?
ઈમારતમાં 
મેં સર્વની મંગલકામના વાંછી હતી .
પણ,
વર્ણ-વર્ગના ચામાચિડીયા
ધર્મના નામે-
અર્થના નામે-
કામના નામે-
મોક્ષના  નામે-
વાસ કરી 
ધીમે ધીમે..અધિપતિ બની 
મારા નાક ,કાન,આંખ ને અંગૂઠો
અરે,ધડ પણ..!
આજે તો મારી સમગ્ર હયાતી 
ગ્રસી રહ્યા છે.
તેથી સ્તો- 
 ચામાચિડીયા ઘરના
દુર્ગંધ મારતા ખંડિયેરને
હાક થૂ  કરી 
હું ચાલતો થયો છું ને?

No comments:

Post a Comment