પણે, હજુ ય –
મારા પીડિત પૂર્વજોની
કારમી ચીસો
સંભળાય છેતેથી જ
મારા થીજેલા
શબ્દોમાં
ઘૂઘવે છે સીસાની
સરિતાઓ
ને ત્રસ્ત
હથેળીઓમાં
ભભૂકે છે નિયતિની
રેખાઓ
વ્યથા, વંટોળ...
ને રણમાં –
રસ્તાઓ
એકબીજામાં ભળી
ઓગળે , ભલે –
અભાવગ્રસ્ત
આંખોમાં
સૂરજ ઊગશે
ને
શૃંખલાગ્રસ્ત પગ
પંખી થઇ ઊડશે
અહીંથી
હજુ વધુ આગળ ...
ને ઊંચે
કદાચ, કાલે ય...!
No comments:
Post a Comment