દિશા અંધ બને તે પહેલાં
ડામરની સડક ઓળંગવા
ડગમગ માંથી રહી છે – જિંદગીઓ !
જન્મથી જ
ઝેરના ઘૂંટ ભરી ભરી
થાકી ગયાં છે ફેફસાં
ને ખાંસી ખાઈ ખાઈ
હફ હફ કણસી
ચૂપચાપ, મારી રહી છે- જિંદગીઓ!
હાદ્પીન્જરોના ની
પિરામીડોની તગતગતી આંખોમાં
દેવહૂમાનો દાવાનળ
ને આકાશી સ્વપ્નાં
લથબથ , સળગી રહી છે – જિંદગીઓ.
રેલાતો ઝાંખો પીળો તડકો
સવારે અંધારી ચાલમાં
ભૂતાવળ , ભમી રહી છે- જિંદગીઓ.
No comments:
Post a Comment