કહેશો?
તમારે
અમારી વેદના સાથે
કશોય સંબંધ છે?
ક્યારેક
પથ્થરોય
કંપી ઊઠે છે
પણ, તમે...?
કાશ!
અમે
જલદી, જલદી
વેદનાનાં વન
વટાવી
મુક્ત થઈએ !
પણ, પછી...?
પુનર્જન્મ
લઇ..ના,ના.
અવગતિયા થવું
અમે નહિ ઈચ્છીએ
જેથી
‘માણસથી કોઈ મહાન
નથી’
- ના મન્ત્રોચ્ચારતા
આપણે સૌને
માણસને ‘માણસ ‘સાથે
કશોય સંબંધ નહોતો
યાદ કરી શરમાવું
પડે.
No comments:
Post a Comment