Monday, April 13, 2015

પ્રથમ અક્ષરે





અમે
ખેતર ખેડી
પરસેવો રેડી
અન્ન પકવીએ ,
ભૂખ્યા પેટેને
તમે ભૂખ્યાં જનોને
અન્નકૂટન એંઠવાડ નાખો
હડધૂત કરી,
પછી
ઊંચા આસને બેસો .
પણ જ્યારે
‘આજ’ આવતી કાલનો ઈતિહાસ હશે
ત્યારે...
નવયુગના અધ્યાયમાં
પ્રથમ અક્ષરે
અમે હોઈશું !

No comments:

Post a Comment