ધાકથી લાચાર આદમી
બેવડ વળી
પાયખાનું સાફ કરે છે.
માખીઓ કાનમાં ગણગણે છે :
‘આ ઝાડું-
ઝાડા કરનાર માટે અનામત છે, દોસ્ત!’
ક્ષુદ્રો માટે સેવા,
દ્વિજો માટે મેવા.
શ્રુતિ-સ્મૃતિનાં નામે ,
ધર્મ નિયતિના નામે
આ હળાહળ જૂઠાણાં માટેતારી માફી માગવા
હવે ક્યારેય ...
અવતરશે નહિ ભગવાન !
પરંતુ ,
અભાવગ્રસ્ત, વેદનાગ્રસ્ત
આ ભૂખ્યો આદમી
હાથમાંનું ઝાડું હેઠું મૂકી
ઊંડી આહ સાથે
બગાસું ખાય છે,
દિવાસળી સળગાવે છે
બીડી પીએ છે.
ને પછી , આંખો પર હાથનું નેજવું કરી
ઘડીભર ધૂમ્રસેરોમાં
કર્ણ નજરે,
કુરુક્ષેત્રને જુવે છે !
No comments:
Post a Comment