પણે, હજુય
મારા પીડિત
પૂર્વજોની
કારમી ચીસો
સંભળાય છેતેથી જ
મારા થીજેલા
શબ્દોમાં
ઘૂઘવે છે સીસાની
સરિતાઓ.
ને ત્રસ્ત
હથેળીઓમાં
ભભૂકે છે નિયતિની
રેખાઓ
વ્યથા, વંટોળ...
ને
રણમાં-
રસ્તાઓ
એકબીજામાં ભળી
ઓગળે , ભલે-
અભાવગ્રસ્ત
આંખોમાં સૂરજ ઊગશે
ને શૃંખલાગ્રસ્ત
પગ
પંખી થઇ ઊડશે
અહીંથી
હજુ વધુ આગળ...
ને
ઊંચે
કદાચ, કાલે ય
...!
No comments:
Post a Comment