મને હડધૂત કરી
અછૂત કર્યો શા માટે?
મને તિરસ્કૃત કરી
અભિશપ્ત કર્યો શા માટે?
યુગોથી
મેં મારા બાપને
બાપે દાદાને
દાદાએ વડદાદાને
વડદ્દાદાએ...
બસ આમ જ
આ જ પ્રશ્ન
નિરંતર...
નિરૂત્તર !
પણ, આજે –
દસે દિશાએ
દુંદુભિ વાગી રહ્યાં છે.
સાંભળો;
ને જુઓ-
આવતી કાલના
પરોઢનું પહેલું કિરણ
મારી આંખોમાં
ને ભૂકંપ
મારા હાથમાં !
No comments:
Post a Comment