આજેય
અમારા હરેક શ્વાસમાં
સમસ્યા છે, ને
ઉચ્છશ્વાસમાં પાનખરનો રવ !
સ્વપ્નોના ઉપવનમાં ય
વસંતનું ટહૂકવું
-અસંભવ !
બધીર ક્ષિતિજો , ને
અંધાકાશ !
ચોમેર ધૂળકોટ આંધી...
અડવા પગે, એકલા, અલગ
ક્યાં સુધી દોડ્યા કરવું
- રણ વચાળે ?
કૂડાંળા ને કિલ્લેબંદી
દવરેખાઓ ભડભડતી
ગ્રહણમુક્ત થયો નથી
હજુ અમારો સૂર્ય !
તેથી જ અમારી પીઠ પરના
દૂઝતા વ્રણનીસોગંદ ખાઈ કહું છું
આખા નગરને સાદ પાડી :
“માણસ, માણસ વચ્ચે
ભેદરેખા ભૂંસાઈ
ગયાનો ઢંઢેરો...
અફવા છે, અફવા !”
No comments:
Post a Comment