Thursday, April 9, 2015

ઉડ્ડયન




આમ તો
ધરતી
પગ માટે જ છે .
તો ય
પગ વડે
ધરતી પર ચાલવાની
મને મનાઈ હતી.
તેથી જ સ્તો-
આજે દૂર...દૂર...
ક્ષિતિજોની પેલે પાર
અસીમ આકાશમાં ઊંચે
નિર્બંધ ..
ઊડી રહ્યો છું, ને?

No comments:

Post a Comment