હવે
અમે લખીશું રામાયણ
શમ્બૂક્ના મુખમાં ગાન હશે
ને રામ વડે સીતા ત્યજાયેલી નહીં હોય;
પણ શબરીની શોધમાં છીએ !
હવે અમે લખીશું મહાભારત
એકલવ્યના હાથમાં ધનુષ્ય હશે
ને દ્રોપદી વડે કર્ણ અપમાનિત નહીં હોય ;
પણ વિકર્ણની શોધમાં છીએ!
હવે અમે રચીશું નૂતન ગાન
સમાનતા ને એકતાના જાપ હશે
ને માનવ, માનવથી ઉપેક્ષિત નહીં હોય;
પણ
બુદ્ધની શોધમાં છીએ!
No comments:
Post a Comment