Friday, April 10, 2015

અધૂરાં સ્વપ્નાં




હું શોધું છું
આકાશ...
જ્યાં
સ્વતંત્રતાનાં પંખી
કિલ્લોલતાં હોય !
હું શોધું છું દરિયો ...
જ્યાં
સમાનતાની લહેરો
ઊછળતી હોય !
હું શોધું છું
ધરતી...
જ્યાં સમતાનાં ઉપવન
લહેરાતાં હોય !
પરંતુ ક્ષિતિજો
સાદ પાડીને કહી રહી છે :
રસ્તે ...
અનેક લોકો વિદાય થયા છે
અધૂરાં સ્વપ્નાં લઇ...!

No comments:

Post a Comment