Thursday, April 9, 2015

અસ્તિત્વ




અમારા પગમાં
લોખંડી શૃંખલાઓ જડી
અમને કહેવામાં આવે છે
ઊડો, ઊડો...
આ આખુંય આકાશ
તમારું જ છે ને?
પરંતુ
આ અઘટિત અત્યાચાર જ
વિદ્રોહનો અગ્નિ પ્રગટાવશે.
અમે
પગમાં પૃથ્વી લઇ
ઊડશું ગગને ગરૂડ થઇ
એક દિ’...

અમારું અભિજાત અસ્તિત્વ
ગરિમાપૂર્ણ ઐશ્વર્ય
અપ્રતિમ સામર્થ્ય જ
અમારા
જવાબ હશે...!

No comments:

Post a Comment