પગે બેડીઓ
ને
આંખે પાટા બાંધી
ઘૂઘવતા મધદરિયે
ડૂબાડ્યાં છે
અમને.
પરંતુ
સાચવી રાખ્યું છે
અમે
ક્ષિતિજ પારનું
આકાશ
આંખોમાં
ને મૂઠીમાં
સૂર્યોદય!
તેથી જ
વડવાનલમાં ય
અમે
ઝંઝાવાતી લહેરો
થઇ
ઉમંગે
ઓળંગીશું કિનારા
!
No comments:
Post a Comment