અને કેટલાક દિ’
પછી...
છાપાના કોક ખૂણે
‘નરો વા કુંજરો
વા !’
નાનકડી નોંધ
વાંચી
એકાદ દિ’
ગામ, વાસ ને ઘર
સુધી
ગાડીઓની દોડધામ.
આશ્વાસન, અહેવાલ,
વળતર ...
ને ખાલી ખમ્મ
આહ...!
થોડાક દિ’
મુલાકાત, મિટિંગ,
નિવેદન
ને
કાગળનાં ઘોડા !
પછી , ધીરે,
ધીરે...
હળવે પગેસૌ
ચૂપચાપ !
ઘોરખોદિયે
ખોદી નાખેલી કબર
પર
ફરી, કફન કોઈ
ઓઢાડતું નથી.
ને બુઝાઈ ગયેલી
દીવાવાટે
અરે, આંસુ ય કોઈ
સારતું નથી.
પછી...
અંધારા ઓરડામાં
ઢબૂરાઈ ગયેલા-
ડૂસકાં, દાતરડું,
સૂંડલો
આંગણું ને અડવા
હાથ
સાવ નિરાધાર !
No comments:
Post a Comment