મૂઈ આ મધરાત !
ટેકરી ચડીને
ટહુકો કરવાથી...
ક્ષિતિજો ખોલે
શેં દ્વાર?
રસ્તામાં રોપેલી
તોતિંગ દીવાલોને
યુગોથી
કેટકેટલા..
ટેકો લઇ રહ્યા છે
હાથ?
દરિયાઈ લહેર જેમ
મગરમચ્છોને મહેર
...
માછલીઓ તરફડતી
મારે.
તૃણ-અર્થે
વલવલતાં
ભોળાં હરણા હણાય
વને
વાડીયું ભેળાવે
હરાયાં.
ગામ વચ્ચે રોજ
રોજ
માણસ ઉતરડવાનો
ગરાસ જાણે ગીરો.
ગોખરુની ભોંય પર
દડદડતા લોહીઝાણ
પગ
કેડી કંડારે , એય
ડંખે ?
‘સમતાની વાત
એ તો મનની
મિરાત.’
આમ ને આમ બસ
ગઈ સદી અર્ધી રાનમાં
પગલાંને ફૂટે શેં
પાંખ?
ચાલો ઊગમણી દિશ,
હવે –
શોધી લઈએ સવાર...
મૂઈ આ મધરાત !
No comments:
Post a Comment