Thursday, April 9, 2015

વેદનાનું વૃક્ષ




હું વેદનાનું વૃક્ષ છું
મારા ડાળે-પાંદડે,પાંદડે
જ્વાળાઓ ભભૂકી રહી છે.
સામે ઊભેલા બરફીલા
પહાડ પરથી
પટકાય છે
મારા એકાકીપણાની
વેદનાગ્રસ્ત કારમી ચીસ...
પથ્થર યુગના સંબંધોથી
દૂઝતા જખમો છતાંય
ઘુવડો સામે સૂર્યોદય ધરી
વેદનાનો વૈભવ માણીએ !

પરંતુ , ભીતર જલતા
માણસની
વણઉકલી વેદના.
વેરાન વગડામાં
પડઘાઈને લહેરાય છે...
માણસ શાપિત છે!

No comments:

Post a Comment