ઓવરબ્રીજ
Monday, April 13, 2015
ક્યારેક
ભલે
અમને
પાળિયા ગણી
રણમાં રોપ્યા
તો ય
વૃક્ષો થઇ
અમે પાંગર્યા છીએ.
વૃક્ષોને ય ગીત હોય છે
ને
રણને સંગીત !
પછી
અમારી
મરુભૂમિની વેદનાને
વસંત તો હશે જ ને ?
ક્યારેક
સ્વપ્નાં લઇ
મ્હોરશું અમે !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment