હું ચહેરા વગરનો માણસ
ને
જિંદગીનો
જ્વાળામુખીમાં વિરામ...!
ભીતર ભયાનક વિસ્ફોટ
તોય
નામ વગરનું નક્ષત્ર થઇ
આકાશમાં
અસ્તિત્વ અંકિત કરી
ઝળહળું ...અવિરામ!
હું
સંદર્ભ વગરનો માણસ
ને ઘટમાં
ઘૂઘવે વંટોળિયાનું મૌન...!
વેદના હું સહરાની સહું
તોય
નામ વગરનું સર્વનામ થઇ
હથેળીમાં
અસ્તિત્વનો આલ્પ્સ ઉછેરી
નીમંત્રું...નવયુગ !
No comments:
Post a Comment