Thursday, April 9, 2015

ડાઈંગ ડેકલેરેશન



તમે
મારી પાસે
શસ્ત્રો ઘડાવ્યાં
શાસ્ત્રો લખાવ્યાં
ઘર ને મંદિર ચણાવ્યાં
ખેતર ને કૂવો ખોદાવ્યાં
કપડાં વણાવ્યાં
ચામડાં ચીરાવ્યાં
શેરીઓ ને પાયખાનાં સાફ કરાવ્યાં
પછી ધિક્કાર્યા, તિરસ્કાર્યા
ને ગુલામ બનાવ્યા
મારી હયાતીના
સઘળા પૂરાવા નાશ કરવા
મને જીવતો રહેંસી નાખી
પડછાયા સાથે સળગાવ્યો !
બસ, આમ જ
તમે મારતા રહ્યા
હું મરતો રહ્યો !
અફસોસ!
તમારી આ બિભત્સ રસમો
મૂંગે મોઢે સહેવાને બદલે
બગાવતની એકાદ આખરી ત્રાડ
મેં નાખી હોત...તો ?
આજે ઇતિહાસને
લોહીભીની કલમે
મારું ‘ડાઈંગ ડેકલેરેશન’
નોંધવાની જરૂર પડી ન હોત !

No comments:

Post a Comment