અમારા
પડછાયાના સ્પર્શે
તમે
ને
તમારો ધર્મ
ને
તમારી ધરતી
ને તમારું આકાશ
બધું જ
ભડ ભડ ભડકો...!
આ અભિશાપ
કોણે આપ્યો તમને?
તમારા સ્વપ્નોના
સ્વર્ગમાં
અમે
ને
અમારી જિંદગી
ને
અમારું પાતાળ
ને
અમારો દરિયો
બધું જ ...
પ્રલયકારી
પ્રકંપ...!
આ વરદાન
કોણે આપ્યું
અમને?
No comments:
Post a Comment