Friday, April 10, 2015

પર્યાય





આમ તો
સદીઓ જશે
ક્યાં સુધી
વલૂર્યા કરીશ વ્રણને?
પંખીના ટહુકા સમી છેચીસ તારી
ને લોકો ટેવાયા છે ત્રાડથી .
નિયતિના નામે
રચાયા છે પાળિયા
ને ચોતરફ
વિસ્તરતું જાય છે વેરાન.

હવે આ ક્રોસ
કાંધેથી ઉતાર ...
તને મળશે નહીં
અહીં સાયમન કોઈ.
ચાલ, કેમ અટકી ગયા છે
તારા ચરણ?
રણ તો-
તારી જિંદગીનો પર્યાય છે.

No comments:

Post a Comment