ઘૂવડે
કૂકડાને કહ્યું :
“આપણે
એક થઈશું
સાથે રહીશું
સૂરજનાં ગાન છોડી
દે !
પરંતુ
કૂકડો ગર્વ સાથે
ગાવા લાગ્યો:
“કૂકડે કૂક
...કૂકડે કૂક...”
ત્યારે
પ્રભાતનાં પ્રથમ
કિરણે જ
અંધકારને નડેલા
અકસ્માતમાં
ઘાયલ થયેલો ઘૂવડ
ચિત્કાર કરી
કહેવા લાગ્યો:
“જા, હટ, દૂર હટ...
તું અછૂત, તું
બહિષ્કૃત !”
No comments:
Post a Comment