Friday, April 10, 2015

પ્રતિશોધ




મને મળ્યું છે
ઝાંઝવાનું જગત
ઝંઝાવાત
અને થોડાંક સ્વપ્નાં !
હું
સતત શોધું છું
જીવનનો કશોક પર્યાય
શ્વસું છું
ઉચ્છશ્વાસ !
અતીતના,
મારા પોતાના ય ..
બોજથી બેવડ વળી
હાંસિયામાં
અભાવગ્રસ્ત
કણસી રહ્યો છું.
હું
હજુય મારામાં
અજન્મા છું.
સંભવ છે ,
કદાચ આવતી કાલે?!

No comments:

Post a Comment