દલિત હું;
યુગની દાસ્તાન
છું .
ફૂલ ચહું
ને
કાંટા ચૂભે
તોય, હસતો રહું
એટલો નાદાન છું.
વસ્ત્ર વણું
ને ખુદ વણાઉં
તોય, ઉઘાડો રહું
એટલો પાયમાલ છું.
રહેવા ના ઘર
ને ભાર
બ્રહ્માંડનો
તોય , ભમતો રહું
એટલો મસ્તાન છું.
હાથ હથોડા
ને પગ એરણ
તોય,જીવતો રહું
એટલો બળવાન છું.
દલિત છું,
યુગની દાસ્તાન
છું.
No comments:
Post a Comment