અમે મધુર પવનની
જેમ
દુઃખોને
આવકાર્યાં છે.
ધરતીકંપથી
કંપી ઊઠ્યા નથી.
ઝંઝાવાતથી ઝૂક્યા
નથી.
સાગરના ઘૂઘવાટથી
ગભરાયા નથી.
અભિપ્સા નથી
જીવન ધન્ય બને.
અપેક્ષા નથી
અવતાર ભલું કરે.
આકાંક્ષા નથી
મૃત્યુ મંગલ બને.
જિંદગીને
અમે સતત માણી છે
અને
ઝઝૂમતાં ઝઝૂમતાં
જીવ્યા છીએ.
અસમાનતા
અને
અન્યાયના દુર્ગ
સામે
સંઘર્ષ
અમારો મુદ્રાલેખ
છે.
વિજય અમારું
સ્વપ્નું છ્વ.
છતાંય
અમને મળી છે
નામ વિનાની
જિંદગી.
No comments:
Post a Comment