આમ તો –
કાંઈ નહીં અને
સર્વ કાંઈ છું;
છેવાડાનો માનવી
છું.
ધડ, માથું, હાથ
વગરનો
આકાશી ટૂકડો હું;
રોડું,ચીંથરુ,
કાચનો ટુકડો
ઉકરડે ત્યજાયેલો
છું.
યાતના, આકાંક્ષા
ઉપેક્ષિત
સૂર્યમુખી હું;
હયાતીની ફૂટતી
ક્ષણોનો
ઘૂઘવતો સાગર છું.
અટૂલી નાંગરેલી
નાવનો
મૌન પડઘો હું ;
જે નાવમાં તમે છો
એ નાવનો પ્રવાસી
છું.
શઢ હું, હું
ખલાસી
ટોર્પીડો એ હું;
સંદર્ભનો શ્વાસ
લઇ
જીવતા લોકો અહીં;
યુગ સાથે એકલો
એટલે ચૂપચાપ છું.
આમ તો-
કોઈ નહીં અને
સર્વ કાંઈ છું;
છેવાડાનો માનવી
હું.
No comments:
Post a Comment